________________
ક્ષમાપના હે ભગવાન! હું બહુ ભૂલી ગયો, મેં તમારા અમુલ્ય વચૌં લક્ષ્યમાં લીધાં નહિ. કહેલા અનુપમ તો વિચાર કર્યો નહિ. તમારા પ્રણીત કરેલાં ઉત્તમ શલને સેવ્યું નહિ, તમારા કહેલા દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યાં નહી.
હે ભગવાન! હું ભૂલ્ય, અથા, રઝળ્યો અને અનંત સંસારની વિટંબામાં પડ્યો છું, હું પાપી છું, હું બહું મદોન્મત્ત અને કર્મરજથી કરીને મલિન છું.
હે પરમાત્મા ! તમારાં કહેલા તત્વ આરાધ્યા વિના મારે મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું, અજ્ઞાનથી અંધ થયો છું, મારામાં વિવેક શક્તિ નથી. અને મૂઢ છું. હું નિરાશ્રિત છું, અનાથ છું.
હે નિરાગી પરમાત્મા ? હવે હું તમારૂં, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણુ ગ્રહું છું. મારા અપરાધો નાશ થઈ હું તે સર્વ પાપથી મુકત થાઉં એ મારી અભિલાષા છે, આગળ પૂર્વે કરેલાં પાપનો હું હવે પશ્ચાત્તાપ કરું છું. જેમ જેમ હું સુક્ષ્મ વિચારથી ઉડે ઉતરું છું. તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદશ, અને ગૈલોક્ય પ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં હું અહોરાત રહું એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ. | હે સર્વજ્ઞ ભગવાન ! તમને હું વિશેષ શું કહું ? તમારું કાંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કર્મ–જન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ