________________
દીપ જગાવે રાય તે, તિણે દિવાળી નામ; એકમે ગૌતમ કેવલી, ઉત્સવ દિન અભિરામ. પાપા
૧૨. શ્રી અષ્ટાપદજીનું ચૈત્યવંદના અષ્ટાપદ આદિ અનેક, જગતીરથ મોટા તેહથી અધિકું સિદ્ધક્ષેત્ર, એહ વચન નવિ બેટા. ૧ જે માટે એ તીરથ સાર, સાસય પ્રતિ રૂપ; જે અનાદિ અનંત શુદ્ધ, ઈમ કહે જિન ભૂપ. પરત કલિ કાલ પણ જેહને એક મહિમા પ્રબલ પડુર; શ્રી વિજયરાજસૂરીદથી, દાન વધે બહુ નર
૧૩ . શ્રી જીન પૂજાનું ચૈત્યવંદન નિજ રૂપે જિન નાથકે, દ્રવ્ય પણ તિમહી; નામ સ્થાપના ભેદથી, પ્રગટે જગ માંહિ ના અધ્યાતમથી જેડીયે, નિક્ષેપ ચાર; તે પ્રભુ રૂપ સમાન ભાવ, પામે નિરધાર. મેરા પાવન આતમને કરે એ, જન્મ જરાદિક દૂર તે પ્રભુ પૂજા ધ્યાનથી, રામ કહે સુખ પુર. ફા
૧૪. એક સીત્તેર જિનનું ચૈત્યવંદન છે સેળે જિનવર શામળા, રાતા ત્રીશ વખાણ લીલા મરકત મણિસમા, અડત્રીશ ગુણખાણ. ૧ પીળા કંચન વર્ણસમા, છત્રીશે જિનચંદ; શંખવર્ણ સહામણું, પચાશે સુખકંદ. મેરા સીત્તેરસે જિનર્વદીયે એ, ઉત્કૃષ્ટ સમકાળ; અજિતનાથ વારે હુઆ, વંદુ થઈ ઉજમાળ. ૩ાા