________________
૪
૮૭– શ્રી અષ્ટમાધ્યયનની સજઝાય છે
(રામ સીતાને ધીરજ કરાવે-એ દેશી.) કહે શ્રી ગુરુ સાંભલે ચેલા રે, આચારજ એ પુણ્યના વેલા રે, છકકાય વિરોહણ ટાળે રે, ચિત્ત ચોખે ચારિત્ર પાસે રે.
- ૧ | પુઢવી પાષાણ ન ભેદ રે, ફલ કુલ પત્રાદિ ન છેદે રે, બીજ કુંપલ વન મત ફરજે રે, જીવ વિરાધનથી ડરજો રે,
| ૨ | વલી અગ્નિ ન ભેટશે ભાઈરે, પીજે પાણી ઉનું સદાઈ રે; મત વાવરે કાચું પાણી રે, એવી છે શ્રી વીરની વાણી રે.
હિમ ઘુઅર વડ ઉંબરાં રે, ફલ કુંથુઆ કીડી નગશે રે; નીલ કુલ હરી અંકુરારે, ઈડાલ એ આઠે પુરારે.
| ૪ સ્નેહાદિક ભેદે જાણ રે, મત હણજે સુક્ષમ પ્રાણ રે, પડિલેહી સવિ વાવરજે રે, ઉપકરણે પ્રમાદન કરજે રે.
જયણાએ ડગલાં ભરજે રે, વાટે ચાલતાં વાત મકરજો રે; મત તિષ નિમિત્ત પ્રકાશે રે, નિરખે મત નાચ
તમાસે રે. . ૬