________________
૩. શ્રી સંભવનાથ જિન સ્તવન સમક્તિ દાતા સમકિત આપે, મન માગે થઈ મીઠું; છતી વસ્તુ દેતાં શું શેરો, મીઠું એ સહુએ દીઠું, પ્યારા પ્રાણ થકી છે રાજ સંભવજિન મુજને. ૧ એમ મત જાણે જે આપે લહીએ, તે શું લાધ્યું શું લેવું પણ પરમારથ પ્રીછી આપે, તેહિજ કહીએ દેવું. પ્યારા ૨ અર્થી હું તમે અર્થ સમર્પક. ઈમ મત કર હાંસું, પ્રકટ હતું તુજને પણ પહેલાં, એ હાંસાનું ખાસું પ્યારા ૩ પરમ પુરૂષ તમે પ્રથમ ભજીને, પામ્યા ઈમ પ્રભુતાઈ તેણે રૂપે તમને અમે ભજીએ, તેણે તુમ હાથ વડાઈ પ્યારા ૪ તમે સ્વામી હું સેવાકામી, મુજરો સ્વામી નિવાજે, નહિ તે હઠ માંડી માંગતાં, કવિધ સેવક લાજે. પ્યારા૫ - તે જાતિ મીલે મત પ્રીછે, કુણ લેશે કુણ ભજશે; સાચી ભક્તિ તે હંસ તણી પરે; ખીર નીરનય કરશે. પ્યારા ૬ . એલગ કીધી તે લેખે આવી, ચરણ ભેટ પ્રભુ દીધી રૂપ વિબુધને મોહન પભણે, રસના પાવન કીધી. પ્યારા૭
૪. શ્રી અભિનંદન સ્વામી જિન સ્તવન. અકલકળ અવિરૂદ્ધ, ધ્યાન ધરે પ્રતિબુદ્ધ,
આ છે લાલ અભિનંદન જિન ચંદનાજી; રોમાંચિત થઈ દેહ, પ્રગટ પૂરણ નેહ,
આ છે લાલ, ચન્દ્ર જ્યુ વન અરવિંદનાજી ૧