________________
નાભિનંદન જગ વંદન પ્યારે, જગગુરુ જગહિતકારી, રૂપ વિબુધને મેહન પભણે વૃષભ લંછન બલિહારી,
હે પ્રભુજી ! ઓલંભડે મત ખીજે ૭ ૨. શ્રી અજિતનાથ જિન સ્તવન. પ્રીતલડી બંધાણી રે અજિત જિર્ણોદ શું,
પ્રભુ પાબે ક્ષણ એક મને ન સુહાય જે; ધ્યાનની તાળી રે લાગી નેહશું,
જલદ ઘટા જેમ શિવ સુત વાહન દાયજેપ્રી. ૧ નેહ ઘેલું મન હારૂં રે પ્રભુ અલજે રહે,
તન મન ધન તે કારણથી પ્રભુ મું જ જે; મહારે તે આધાર રે સાહિબ રાવળે,
અંતરગતની પ્રભુ આગળ કહુ ગુંજ જે પ્રી. ૨ સાહેબ તે સાચે રે જગમાં જાણીએ,
સેવકના જે સહેજે સુધારે કાજ જે; એવા રે આચરણે કેમ કરી રહું,
બિરૂદ તુમારૂં તારણ તરણ જહાજ જે. પી. ૩ તારક્તા તુજ માંહે રે શ્રવણે સાંભળી,
તે ભણી હું આવ્યું છું દીન દયાળ જે; તુજ કરૂણાની લહેરેરે મુજ કારજ સરે,
શું ઘણું કહીએ! જાણ આગળ કૃપાળ જેપ્રી ૪ કરૂણાધિક કીધી રે સેવક ઉપરે,
ભવ ભય ભાવઠ ભાંગી ભક્તિ પ્રસંગ છે, મનવાંછિત ફલીઆ રે પ્રભુ આલંબને, કર જોડીને મેહન કહે મન રંગ જે પ્રી. ૫