________________
પર
૧૦. શ્રી શીતલનાથ જિન સ્તવન. - સેવો શીતળજિન શિર નામી કે સહુ સુખદાય રે, જેહ છે તીન ભુવનને સ્વામી કે સુર ગુણ ગાય રે, જેણે પરમ પ્રભુતા પામી કે હણું અંતરાય રે, જેહ છે. સિદ્ધવધૂ સુખકામી કે જય જિનરાય રે ? ચોસઠ ઇંદ્ર રહ્યા કર જોડી કે મોડી માન રે, જેહના પાય નમે કર જોડી કે નિરુપમ જ્ઞાન રે; અમારી ભમરી પરે લેક કે મુખકજ વાસ રે, અપસરા લાભ અનંતે જાણી કે ગાયે રાસ રે ? વિણ તાલ પખાજ સુણાવે કે લઈ કરતાલ રે, ધપમપ મૃદંગ બજાવે કે રાગ રસાલ રે; તનનન થઈ થઈ તાન મિલાવે કે સરીખે સાદ છે, એ રાગણી રાગે ગીત મલ્હાવે કે મધુરે નાદ રે૦ ૩ નાટિક બત્રીશબદ્ધ દેખાવે કે નવ નવ દે રે, લટકે લળી લળી શીશ નમાવે કે વિનય અમંદ રે; તારક ત્રણ રતન અમ આપ કે દિન દયાળ રે, જગગુરુ જનમ જરા દુઃખ કાપે કે બિરૂદ સંભાળ રે. ૪ નિરમોહે પણ જનમન મેહે કે અગમ અરૂપ રે, રંગરહિત ભવિ પડિબેહે કે સકળ સ્વરૂપ રે; માન વિના નિજ આણુ મનાવે કે અચરિજ ઠામ રે, પંડિત ક્ષમા વિજય જિન ધ્યાવે કે શિવસુખ ધામ રે. ૫