________________
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ:
પૂજ્યપાદ્ પ્રાતઃ સ્મરણીય સા. શ્રી જમનાશ્રીજી મહારાજ સાહેમનાં શિષ્યા સા. શ્રી. જયશ્રીજી મ. સાહેબનાં શિષ્યા સા. શ્રી. લક્ષ્મીશ્રીજી મહારાજ સાહેબની
સક્ષિપ્ત જીવન રેખા
આ સંસારમાં કેટલાએ આત્માએ વિષય, કષાય, ધન કુટુંબ આદિમાં સુખ માની જીવન વિતાવતા હોય છે, પછી ભલે તે ચક્રવત કે વાસુદેવ, દેવેન્દ્ર કે નરેન્દ્ર, રાગી કે વિરાગી હેાય પરંતુ જો જૈન શાસન વિનાનું જીવન હેાય તે તે પશુ તુલ્ય જીવન છે, માનવજીવન તા કાઈ અનેરૂં જીવન છે, માનવજીવન કેવા પ્રકારનું હોઈ શકે, અને તે આપણા ચરિત્રનાયકે કેવી રીતે જીવી બતાવ્યું છે, તેની હું અહીંઆં ઝાંખી કરાવવા ઈચ્છું છું..
અનેક જિનમદિરાથી વિભૂષિત, જગડુશાહ જેવા દાનવીર નરરત્નાથી સુશે।ભિત, વિજય શેઠ અને વિજયા શેઠાણીની બ્રહ્મચર્યની દિપ્તિથી પવિત્રતર એવી કચ્છની ભૂમિપર આવેલા ગઢશીષા નમે ગામમાં વિશા ઓશવાળ શ્રેી ઘેલાભાઈ અને તેમની ધર્મ પત્ની. મેધબાઇની કુક્ષિથી સ. ૧૯૬૩માં એક પુત્રી રત્નનો જન્મ થયા.
આ સંસારમાં મા–બાપા પ્રાયઃ સંતાનેાના જન્મથી આનંદ મંગલ ઉજવતાં હોય છે, તેમ આ પુત્રીના જન્મથી બધાંએ આનદ ઉજબ્બે, અને તેમનું લક્ષ્મીબેન એવું નામ રાખવામાં આવ્યું.