________________
૩
સાહેબના પ્રશિષ્યા સા. સમતાશ્રીજી મ. સાહેબની તેમાંથી કેટલીક કૃતિ સાથે પેાતાના ગુરૂણીજી પૂ. લક્ષ્મીશ્રીજી સાધ્વીજી મ. સાહે અની જીવન રેખા છપાવવાની ભાવના થઇ, અને તે માટે તેઓશ્રીએ મને પોતાના વિચારે દર્શાવેલ, તેથી સમય મલતાં પાડીવ જઇ તેશ્રીને રૂબરૂ મળેલ, તેઓશ્રી સાથે વિચાર–વિનિમય કરી, પ્રસ્તુત પુસ્તિકા છપાવવા નિર્ણય કરેલ, અને તે માટે પૂ. સાધ્વીજી મહારાજ સાહેબની પ્રેરણાથી જે જે ભાઈઓએ સહાય કરી છે, તેની નામાવલી અહીં આપવામાં આવેલ છે.
આ પુસ્તકમાં આનંદઘનજી મહારાજ વિગેરે મહાપુરૂષા કૃત છ ચાવીશીએ, દશવૈકાલિક સૂત્રની અગ્યાર ઢાળા, તદુપરાંત પૂ. સાધ્વીજી મહારાજ સાહેલ્મે બનાવેલ સ્વગુરૂભક્તિનાં ગીતે તથા અધ્યાપક શાંતિલાલ સોમચંદ મહેતાએ લખેલ પૂ. લક્ષ્મીસ્ત્રીજી મહારાજ સાહેબની જીવનરેખા આપવામાં આવેલ છે.
પ્રસ્તુત પુસ્તકમાં મુદ્રણનું સ`પૂર્ણ કાર્ય અમદાવાદમાં પંડિત રસિકલાલ શાંતિલાલે કાળજી પૂર્વક કરેલ છે, છતાં પ્રેસદોષ તથા છદ્મસ્થતાના કારણે જે કંઇ સ્ખલના રહી હોય, તેા તે બદલ વાચકા ક્ષન્તવ્ય ગણશે.
પ્રાન્તમાં આ પુસ્તક પ્રકાશનમાં દરેક રીતે સહકાર આપનાર સર્વ સુનાનેા આભાર માની આને ભવ્યાત્માએ વિશેષ લાભ લઈ જીવન સફલ કરી મેક્ષગામી બને તેવી પ્રાર્થના સાથે વિરમું છુ. એજ. અધ્યાપક પુખરાજજી અમીચંદજી કોઠારી શ્રીમદ્ યવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા
અને
શ્રી જૈન શ્રેયસ્કર મંડળ
મહેસાણા (ઉત્તર ગુજરાત) તા. ૯-૨-૬ર