________________
ઉપા. શ્રી યશવિજયજી વિરચિત
– ચોવીશી. -- ૧. શ્રી કષભદેવ જિન સ્તવન. જગજીવન જગ વાલ, મરૂદેવીને નંદ લાલરે; મુખ દીઠે સુખ ઉપજે,
દરિશન અતિહિ આનંદ લાલ રે-જગ. ૨ આંખડી અંબુજ પાંખડી, અષ્ટમી શશિ સમ ભાલ લાલ, વદન તે શારદ ચંદલે,
વાણી અતિહિ રસાળ લાલ જગ. ર લક્ષણ અંગે વિરાજતાં, અડહિય સહસ ઉદાર લાલ રે, રેખા કર ચરણાદિકે,
અત્યંતર નહિ પાર લાલ રે—જગ. ૩ ઈંદ્ર ચંદ્ર રવિ ગિરિતણું, ગુણ લહી ઘડીયું અંગ લાલ રે, ભાગ્ય કિહાં થકી આવીયું,
અચરિજ એહ ઉરંગ લાલ રે–જગ. ૪ ગુણ સઘળા અંગે કર્યા, દૂર કર્યા સવિ દેષ લાલ રે; વાચક યશવિજયે થયે,
દેજે સુખને પિષ લાલ રે–જગ. ૫