________________
તુરિયે ભેદ પડિવત્તિ પૂજા, ઉપશમ ખીણ સગી દે ચઉહા પૂજા ઈમ ઉત્તરજઝયણે, ભાખી કેવળ એગી રે
-સુવિધિ૭ ઈમ પૂજા બહુ ભેદ સુણીને, સુખ દાયક શુભ કરણી રે ભવિક જીવ કરશે, તે લેશે, આનંદઘન પદ ધરણું રે
–સુવિધિ. ૮ - ૧૦. શ્રી શીતલનાથ જિન સ્તવન શીતલ જિન પતિ લલિત ત્રિભંગી,
વિવિધ ભંગી મન મેહે રે કરુણ કેમલતા તીક્ષણતા, ઉદાસીનતા સાહે –શીતલ૦ ૧ સર્વ જતુ હિત કરણી કરુણા, કર્મ વિદારણ તીક્ષણ રે, હાના દાન રહિત પરિણામી, ઉદાસીનતા વીક્ષણ રે.
–શીતલ૦ ૨. પર દુખ છેદન ઇચ્છા કરુણ, તીક્ષણ પર દુઃખ રીઝે રે, ઉદાસીનતા ઉભય વિલક્ષણ એક ઠામે કેમ છે ?
-શીતલ૦ ૩ અભયદાન તે મલક્ષય કરુણા, તિક્ષણતા ગુણ ભાવે રે, પ્રેરક વિણ કૃતિ ઉદાસીનતા, ઈમ વિધ મતિ નાવે રે.
–શીતલ૦ ૪ શક્તિ વ્યક્તિ ત્રિભુવન પ્રભુતા, નિગ્રંથતા સંગે રે. યેગી ભેગી વક્તા મૌની, અનુપયોગી ઉપગે રે
–શીતલ૦ ૫.