________________
સંઘે પણ પ્રભુપ્રતિષ્ઠા તથા અઠ્ઠાઈ મહોત્સવ વિગેરે અને ધર્મ "ક્રિયાઓ કરી.
આપણે ત્યાં સમાધિ મરણની ખૂબજ કિંમત છે, પ્રભુ પાસે આપણે હંમેશા તેની માંગણી પણ કરીએ છીએ તે કોઈકને જ પ્રાપ્ત થાય છે.
એકંદરે પંદર વર્ષ ગૃહસ્થાવસ્થા અને પાંત્રીસ વર્ષ સંયમ ધમની આરાધના કરી કુલ પચાસ વર્ષનું આયુષ્ય ભોગવી અનેક આત્માઓનાં તારક બની ચાલ્યાં ગયાં.
જીવનમાં કચ્છ મારવાડ વિગેરેની પંચતીથી. તથા સિદ્ધાચલજીની. નવ્વાણુ યાત્રાઓ ચાર વાર કરી હતી. બારમાસી માસી ચારમાસી, ત્રણમાસી વીશસ્થાનક, બીજ પંચમી વિગેરેની તપશ્ચર્યાથી આત્માને. નિર્મલ બનાવ્યો હતો.
આપણે પણ એમના ગુણોને જીવનમાં ઉતારી માનવ જીવનને જીવતાં શીખવું જોઈએ.
અંતે તેમના રાહે ચાલી શાશ્વત સુખના ભોગી બનીએ એજ. શુભેચ્છા સાથે ભૂલ બદલ મિચ્છામિ દુક્કડ દ. વિરમું છું.
અધ્યાપક, શાંતિલાલ સેમચંદ મહેતા. શ્રી. યશોવિજ્યજી જૈન સંસ્કૃત પાઠશાળા,
મહેસાણા.