________________
લેવા આવ્યાં. બુધાબેન તથા મેગીબેન લક્ષ્મીથીજી મ. સાહેબનાં શિષ્યા અનુક્રમે જગતશ્રીજી ને દર્શનશ્રીજી થયાં. સખીબેન કમળપ્રભાશ્રીજીના શિષ્યા જ્ઞાનશ્રીજી અને બુધીબેનનાં સુપુત્રી બાલબ્રહ્મચારિણી નાથીબેન તેમનાં માતુશ્રીનાં શિષ્યા હેમલત્તાશ્રીજી તરીકે થયાં આ રીતે અનેક શિષ્યા-પ્રશિધ્યાઓથી પરિમંડિત થયેલાં અનેક ગામને પાવન કરતાં મ. સાહેબ અમદાવાદ પધાર્યા ત્યાં ચાતુર્માસ કરી ખંભાત ગંધાર, કાવી આદિ અનેક તીર્થે તેમજ છાણી વડોદરા આદિ ગામનાં જિનાલયનાં દર્શન કરી પાટણ પધાર્યા. ત્યાં બિરાજમાન પરમ પૂજ્ય આચાર્ય દેવેશશ્રી વિજ્યસમુદ્રસૂરીશ્વરજી મ. સાહેબની શુભ નિશ્રામાં શિષ્યા-પ્રશિષ્યાઓને મોટા યોગો કરાવ્યા. ત્યાં તેમની તબીયત દિન પ્રતિદિન બગડવા લાગી, ત્યાંથી વિહાર કરી ભરાણા પધાર્યા, સંઘના આગ્રહથી ચાતુર્માસ પણ ત્યાં જ કર્યું... તબીયત સારી ન રહેવા છતાં પણ કદી ગુરૂભક્તિ ચૂકતાં નહીં, હવે પોતાનાથી ગુરૂભક્તિ નહી થાય એવું લાગતાં. શિષ્યા–પ્રશિષ્યાઓને કહેવા લાગ્યાં જીવનમાં બધું મલસે, પણ અનંત પુન્ય રાશિનો ઉદય થાય છે, ત્યારે જ દેવ ગુરૂની ભક્તિ કરવાનો પ્રસંગ સાંપડે છે, ગુરૂણી મહારાજની તબીયત નરમ રહે છે, ઉમર પણ મેટી છે, તેમની તમે સેવા કદાપિ ચૂકસો નહી, નિષ્કપટપણે તેમજ નિઃસ્વાર્થ ભાવે થતી સેવા કયારે પણ નિષ્ફળ જતી નથી.
આસો સુદી આઠમના સવારે સર્વે જીવોને ખમાવ્યા મુખથી -નવકાર મહામંત્રના જાપપૂર્વક આ નાશવંત શરીરનો ત્યાગ કર્યો. અને અપૂર્વ પંથે ચાલી નીકળ્યા, જેમ જીણું વસ્ત્ર ત્યાજ્ય છે તેમ છેવટમાં આ શરીર પણ મૂકીને જવાનું છે, સનકુમાર ચક્રવતિએ શરીરને જેતાનું માન્યું, છેવટે તે જ દગો આપનારૂં નીવડ્યું.
આ છે સંસારની માયા. તેને સમજવા, તથા વિચારવા માટે આંતર ચક્ષુની જરૂર છે.