________________
૧૦૭
વન દવ દાધાં રૂખડાં રે લાલ,
' : પ્રલયે વળી વરસાદ રે, જિને, તુજ વિરહાનલના બળ્યા રે લોલ,
કાળ ગમતા અનંત રે–જિને ક ટાઢક રહે તુજ સંગમેં રે લોલ,
આકુળતા મિટી જાય રે, જિને તુજ સંગે સુખી સદા રે લોલ,
માનવિજય ઉવઝાય રે–જિને. ૭ ૧૮. શ્રી અરનાથ જિન સ્તવન. શ્રી અરનાથ ઉપાસના, શુભવાસના મૂળ; હરિહર દેવ આસાનના, કુણુ આવે શૂળ-શ્રી. ૧. દાસના ચિત્તની કુવાસના, ઉદવાસના કીધ; દેવાભાસની ભાસના, વિસારી દીધ– શ્રી. ૨ વળી મિથ્યા વાસના તણું, વાસનારા જેહ; તે કુગુરુની શાસના, હૈયે ન ધરેહ – શ્રી. ૩ સંસારિક આસંસના, તુજશું ન કરાય, ચિંતામણી દેણહારને, કિમ કાચ મંગાય–શ્રી. ૪ તિમ કલ્પિત ગચ્છવાસના, વાસના પ્રતિબંધ, માન કહે એક જિન તણે, સાચો પ્રતિબંધ–શ્રી. ૫
- ૧૯. શ્રી મલ્લિનાથ જિન સ્તવન. -- મહિમા મલિલ જિણુંદને, એક જીભે કો કિમ જાય . સેગ ધરે ભિન્ન ગણું, ચાળ પણ વેગના દેખાયમ :