________________
(૩૫) રમાનજીની પૂજા કીજે, માનવ ભવફલ લીજે, બાર દેવકને નવચૈવેયક, પાંચ અનુત્તર સફલ વિવેક, જહાં છે પડિમા અનેક, ભુવનપતિ વ્યંતર બાહ સાર, તિષિ માહે સંખ્યા અપાર, તેહશે નેહરુ પાર, મેરૂ પ્રમુખ વલિ પર્વત જેહ, તીરછલોકમાં પડિમા જેહ, હું વંદુ ધરી નેહ. ૨ આ સમવસરણ સુર ચેરે ઉદાર, જોજન એક તણે વિસ્તાર, રચના વિવિધ પ્રકાર, અઢીગાઉ ઉચું તસજાણ, પુલપણર સેહીએ ઢીંચણ સમાન, દેવ કરે તિહાં ગાન, મણિ હેમ રત્નમય સેહ, ત્રિગડું દેખી ત્રિભુવન મોહ, તિહાં બેઠા જન પડિહે, અણુવાગ્યાં વાજિંત્ર વાગે, ત્રણ છત્ર શિર ઉપર છાજે, સેવક જનને નિવાર ચરણ કમલને ઉરના ચાલા, કટીમેખલ ખલકે સુવિશાલા, ગલે મેતનકીમાલા, પુનમચંદ જેમ વદન બિરાજે, નયન કમલની ઉપમા છાજે, દીઠ સંકટ ભાજે, બાલિબેલિ ચકેશ્વરી માય, જેનર સે સિદ્ધ ચકરાય, શ્રી સંધને સુખદાય, શ્રી ખીમાવિજય ગુરૂતપગચ્છરાય, પ્રણયું કાંતિવિજય ઉવઝાય, શીષ્ય કીર્તિવિજય ગુણગાય. ૪. સંપૂર્ણ