________________
ચેત્રી પુનમના દેવવંદન–પં. દાનવિજયજીકૃત
૨૨૧.
ગેત્ર નિકંદન કરીને સંચ્યા, જેણે પાપ અનંત; તે પણ એહ જ તીરથ ઉપરે, કરી અણસણ ઉચ્ચાર; ઉત્તમ નર તે પાંચે પાંડવ, પામ્યા ભવજલ પાર. ૪ ત્રણ કોડી ને લાખ એકાણું, નષિ યુત રામ મુણાંદ; તિમ નારદાદિક સાધુ અનંતા, પામ્યા પદ મહાનંદ તે માટે એ ગિરિનું સાચું, સિદ્ધક્ષેત્ર ઈતિ નામ; શ્રી વિજયરાજ સૂરીશ્વર વિનયી, દાન કરે ગુણગ્રામ. ૫
તૃતીય ચિત્યવંદન. 2ષભની પ્રતિમા મણિમયી, ભરતેશ્વર કીધી; તે પ્રતિમા છે ઈશુ ગિરિ, એહ વાત પ્રસિદ્ધિ; દેખે દરિસણ કઈ જાસ, માનવ ઈસુ લોકે, ત્રીજે ભવે જે મુક્તિ યોગ્ય, નર તેહ વિલોકે; સ્વગુફા પશ્ચિમ દિશે એ, એ છે જાસ અહિઠાણુ દાન સુહંકર વિમલગિરિ, તે પ્રણમું હિત આણ. ૩
અહીંયાં ભક્તામર સ્તોત્ર કહીને જે પૂર્વે વિધિ લખે. છે, તેથી એણે વિધિ કર.