________________
૨૦૪
દેવવંદનમાલા
એ એકવીશ નામ (દશ વાર) કહીને, પછી દશ નવકાર ગણીએ, પછી ખમાસમણ દશ દેઈએ, પછી ભંડાર ઢેઈએ, એટલે તહાં યથાશક્તિયે રૂપાનાણું મૂકીએ, પછી પ્રદક્ષિણે દશ દેઈએ, એ રીતે દેવવંદનના પ્રથમ જેડામાં સર્વ કહી અને નૈવેદ્ય, દિવેટ, ટીલી, ચામર, આરતી, ચેખાના સાથિયા પ્રમુખ સર્વ દશ દશ કરવા. તેમજ બીજા જેડામાં વીશ, ત્રીજા જોડામાં ત્રીસ, ચેથા જેડામાં ચાલીશ અને પાંચમા જોડામાં પચાસ એમ અનુક્રમે વસ્તુ મૂકવી.
દેવવંદનને બીજે જોડો. વિધિ-બીજા જોડાની વિધિ પણ શરૂઆતના જેડાની વિધિમાં દર્શાવેલી છે ત્યાંથી (પૃષ્ઠ ૧૬ જુઓ) જોઈ લેવી.
પ્રથમ ચત્યવંદન. શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર, સિદ્ધાચલ સાચો; આદીસર જિનરાયને, જીડો મહિમા જા; ઈહાં અનંત ગુણવંત સાધુ, પામ્યા શિવવાસ; એ ગિરિ સેવાથી અધિક, હેય લીલ વિલાસ દુષ્કૃત સાવિ દૂરે હરે એ, બહુ ભવ સંચિત જેહ; સકલ તીથી શિર સેહર, દાન નમે ધરી નેહ. ૧
દ્વિતીય ચૈત્યવંદન. આદીસર જિનરાયને, ગણધર ગુણવંત; પ્રગટ નામ પુંડરીક જાસ, મહી માંહે મહંત;