________________
ચિત્રી પુનમની કથા.
પ્રદ્યુમ્ન, દશરથ રાજાના પુત્ર ભરત, શુક મુનિરાજ, લકજી, પંથકજી, રામચંદ્ર, દ્રવિડરાજા, નવ નારદ, પાંચ પાંડવ વગેરે મેક્ષે ગયા છે. ચૈત્રી પુનમને ઉપવાસ કરી જે પ્રાણી સિદ્ધાચલની યાત્રા કરે તે પ્રાણ નરક તિર્યંચની અશુભ ગતિને નાશ કરે છે. તે દિવસે મંત્રાક્ષરે પવિત્ર સ્નાત્રજળ ઘરમાં છાંટે તે મરકી વગેરે ઉપદ્રવ ન થાય. સર્વદા છાંટે તે જીવ ઋદ્ધિ વૃદ્ધિ સુખ સંપદા પામે. શુભ ભાવથી આરાધતાં માંગલિકની માલા વધે. મેક્ષનાં સુખ પામે. નંદીશ્વર દ્વીપને વિષે શાશ્વતા ભગવાનને પૂજવાથી જે પુણ્ય થાય તેનાથી અધિક પુણ્ય ચૈત્ર સુદી પુનમે શત્રુંજય તીર્થ ઉપર ભગવાનની પૂજા કરવાથી થાય છે. બીજે ઠેકાણે રહેલે મનુષ્ય આ ચૈત્રી પુનમે શ્રી ઋષભદેવની તથા પુંડરિક ગણધરની પૂજા કરે તે દેવતાની પદવી પામે. વિમલાચલ ઉપર રહીને ભક્તિ કરે છે તેથી ઘણું જ અધિક ફલ પામે. આ દિવસે કરેલું દાન, તપસ્યા, ધ્યાન, સામાયિક તથા જિનપૂજા વગેરે ધર્મકાર્ય પાંચ કેડી ગુણાં ફળને આપે છે. વળી જે જીવ શુદ્ધ વિધિથી ચૈત્રી પૂનમનું આરાધન કરે તે જીવ પોતાના સ્થાનમાં બેઠો થકે ભાવના ભાવે તે પણ તીર્થ યાત્રાનું ફળ પામે. માટે હે ભળે ! તમે આવા પ્રભાવશાલી ચૈત્રી પુનમની આરાધના કરી શાશ્વત સુખને મેળવે.
ચૈત્રી પુનમની કથા સંપૂર્ણ.