________________
૧૯૪
દેવવંદનમાલા
જને વહેરાવીને પારણું કરવું. આ પ્રમાણે પંદર વર્ષ સુધી તપસ્યા કરવી. તપસ્યા પૂરી થાય ત્યારે શક્તિ પ્રમાણે ઉજમણું કરવું આ તપથી જે દરિદ્રી હોય તે ધનવાન થાય. પુત્ર, કલત્ર, સૌભાગ્ય, યશ કીર્તિ વધે. સ્ત્રી ભરતારને વિયોગ ન થાય. રેગ, શેક, વિધવાપણું, મૃતવત્સા પણું વગેરે દોષોને નાશ થાય. વળી વિષકન્યાપણું તથા ભૂત, પ્રેત, શાકિની, ડાકિની વગેરેના દોષ નાશ પામે. ભાવથી આ ચિત્રી પુનમની આરાધના કરનાર સ્વર્ગનાં તથા મેક્ષનાં સુખ પામે છે.”
શ્રી ગણપર મહારાજની વાણી સાંભળીને હર્ષિત થએલી કન્યાએ કહ્યું કે “હે મહારાજ ! હું આ તપ કરીશ” ગુરૂ પાસે તપ અંગીકાર કરી ગુરૂને નમીને તે માતપિતા સાથે ઘેર ગઈ. પછી ચૈત્રી પુનમ આવી ત્યારે ભાવ પૂર્વક આરાધના કરી. જ્યારે તપ પૂરો થયે ત્યારે ઉજમણું કર્યું. સિદ્ધગિરિની યાત્રા કરી ષભદેવનું ધ્યાન કરીને રહી. છેવટે અનશન કરી આયુ પૂર્ણ થયે સૌધર્મ દેવલેકે દેવતા થઈ. ત્યાં દેવ સંબંધી ભેગે ભેગવી આયુ પૂર્ણ થયે મહાવિદેહ ક્ષેત્રમાં સુકચ્છ વિજયમાં વસંતપુર નગરમાં નરચંદ રાજા રાજ્ય કરે છે. તે નગરમાં તારાચંદ નામે શેઠની તારા નામે ભાર્યાની કૂખને વિષે પુત્રપણે ઉપજશે. તેનું પૂણચંદ નામ થશે. બોંતેર કલાને જાણકાર થશે. કોડ દ્રવ્યને સ્વામી થશે. પંદર સ્ત્રીઓને પંદર પુત્ર પામશે. ઘણું સુખ ભેગવશે. છેવટે જયસમુદ્ર નામના ગુરૂ પાસે દીક્ષા લઈને ચારિત્ર પાળી મોક્ષે જશે.” *
બીજા પણ ઘણું જીવો ચૈત્રી પુનમનું તપ કરી દેશે ગયા છે. વળી આ તીર્થ ઉપર શ્રીકૃષ્ણના પુત્ર શાંબ ને