________________
૪૩
સુજને દેહોલ ઉપ જે બેસું ગજ અંબાડીએ,
સિંહાસન પર બેસું ચામર છત્ર ધરાય; એ સહુ લક્ષણ મુજને નંદન તારા તેજના,
તે દિન સંભારૂને આનંદ અંગ ન માય. હા. ૪ કરતલ પગાલ લક્ષણ એક હજાર ને આઠ છે,
તેથી નિશ્ચય જાણ્યા જિનનર શ્રી જગદીશ; નંદન જમણું જશે લંછન સિંહ બિરાજતે,
મેં પહેલે સ્વપ્ન દીઠે વિશવાવીશ. હા, ૫, નંદન નવલા બંધવ નંદિવનના તમે,
નંદન ભોજાઈઓના દેવર છે સુકુમાલ હસશે ભેજાઈઓ કહી દીયર મારા લાડકા,
હસશે રમશે ને વલી ચુંટી ખણશે ગાલ હસશે રમશે ને વલી હંસા દેશે ગાલ. હા૬
નંદન નવલા ચેડા રાજાના ભાણેજ છે, નંદન નવલા પાંચસેં મામીના ભાણેજ છો;
નંદન મામલીયાના ભાણેજા સુકમાલ; હસશે હાથે ઉછાલી કહીને નાહાના ભાણેજા,
આંખ આંજી ને વલી ટબકું કરશે ગાલ. હા. ૭ નંદન મામા મામી લાવશે ટોપી આંગલા,
રતને જડીયાં ઝાલર મોતી કસબી કોર, નીલાં પીલાં ને વળી રાતાં સરવે જાતિનાં,