________________
૧૭૦
દેવવંદનમાલા
શ્રી મલિજિન જન્મ કલ્યાણક સ્તવન, મારો પીયુડ પર ઘર જાય, સખી શું કહીએ રે,
કિમ એકલડાં રહેવાય, વિયેગે મરીએ રેએ દેશી. મિથિલા તે નયરી દીપતી રે, કુંભ નૃપતિ કુલહંસા મલ્લિ જિણુંદ સોહામણે રે, સયલદેવ અવતંસ. ૧ સખી સુણ કહિયે રે, મહારે જિનજી મોહનવેલી; હિયડે વહિયે રે–એ આંકણી. છપ્પન દિશી કુમરી મલી રે, કરતી જન્મનાં કાજ; હે જાલી હરખે કરી રે, હુલાવે જિનરાજ. સખી. મહારો૦ ૨ વીણ વજાવે વાલહી રે, લળી લળી જિનગુણ ગાય; ચિરંજી એ બાલુડો રે, જિમ કંચનગિરિ રાય. સખી. મહારો૦ ૩ કેઈ કરમાં વીંજણ ગ્રહી રે, વીજે હરખે વાય; ચતુરા ચામર ઢાલતી રે, સુરવધુ મન મલકાય. સખી. મહાર. ૪ નાચે નાચે પ્રેમથી રે, રાચે માચે ચિત્ત જાચે સમકિત શુદ્ધતા રે, ભવજલ તરણ નિમિત્ત. સખી. મહારો૦ ૫