________________
મૌન એકાદશીના દેવવંદન-૫૦ રૂપવિજયજીકૃત ૧૬૯
થાને બીજે છેડે. મિથિલાપુરી જાણી, સ્વર્ગ નગરી સમાણુ કુંભ નૃપ ગુણખાણ, તેજથી વજાપા; પ્રભાવતી રાણી, દેવનારી સમાણી તસ કુબ વખાણી, જમ્યા જિહાં મહિલ નાણી. ૧ દિશિકુમરી આવે, જન્મ કરણ ઠરાવે; જિનના ગુણ ગાવે, ભાવના ચિત્ત ભાવે; જન્મોત્સવ દાવે, ઇંદ્ર સુર શૈલ ઠાવે; હરિ જિન ગૃહ આવે, લેઈ પ્રભુ મેરૂ જોવે. અચુત સુર રાજા, સ્નાત્ર કરે ભકિત ભાજા; નિજ નિજ સ્થિતિ ભાજા, પૂજે જિન ભક્તિ તાજા; નિજ ચઢત દિવાજા, સૂત્રમર્યાદ ભાજા, સમકિત કરી સાજા, ભગવે સુખ માજા. સુરવધુ મલી રંગે, ગાય ગુણ બહુ ઉમંગે; જિન લઈ ઉછરંગે, ગોદે થાપે ઉમંગે; જિનપતિને સંગે, ભકિતરંગ પ્રસંગે; સંધ ભકિત તરંગે, પામે લચ્છી અભંગે.