________________
ચીમાસીના દેવવંદન–પં. પદ્ધવિજયજીકૃત ૧૧૫
ચૈત્યવંદન. નાગપુરે અર જિનવરૂ, સુદર્શન નૃપ નંદ દેવી માતા જનમ, ભવિ જન સુખકંદ. ૧ લંછન નંદાવર્તનું, કાયા ધનુષહ ત્રીશ; સહસ ચોરાશી વરષનું આયુ જાસ જગીશ. ૨ અરૂજ અજર અજ જિનવરૂ એ, પામ્યો ઉત્તમ ઠાણ; તસ પદ પદ્મ આલંબતાં, લહીયે પદ નિવારણ. ૩
પછી જંકિંચિત્ર નમુત્થણું, અરિહંત ચેઇઆણું અન્નત્થ૦ કહી એક નવકારને કાઉસ્સગ્ન પારી થાય કહેવી
થાય. અર જિનવર રાયા, જેહની દેવી માયા; સુદર્શન તૃપ તાયા, જાસ સુવર્ણ કાયા; નંદાવર્ત પાયા, દેશના શુદ્ધ દાયા; સમવસરણ વિરચાયા, ઇંદ્ર ઇંદ્રાણી માયા.
શ્રી મલ્લિનાથ જિન દેવવંદન. પછી “આભવમખંડા સુધી જયવીયરાય કહેવા. ત્યાર પછી ખમાસમણ દઈ ઈચ્છા સંદિસહ ભગવન્! શ્રીમલિનાથ જિન આરાધનાર્થ ચિત્યવંદન કરૂં? ઈચ્છે કહી ચિત્યવંદન કહેવું. તે આ પ્રમાણે