________________
ચૌમાસીના દેવવંદન–પં. પદ્મવિજયજીકૃત
૧૦૯
થાય. અનંત અનંતનાણી, જાસ મહિમા ગવાણી; સુર નર તીરિ પાણી, સાંભલે જાસ વાણી એક વચન સમજાણી, જેહ સ્યાદ્વાદ જાણી; તર્યા તે ગુણ ખાણી, પામીયા સિદ્ધિ રાણી. - ૧.
શ્રી ધર્મનાથ જિન દેવવંદન. પછી “આભવમખંડા સુધી જયવીયરાય કહેવા. ત્યાર પછી ખમાસમણ દઈ ઈચ્છા સંદિસહ ભગવન્! શ્રી ધર્મનાથ જિન આરાધનાર્થ ચિત્યવંદન કરૂં ? ઈ કહી ચૈત્યવંદન કરવું. તે આ પ્રમાણે
ચત્યવંદન. ભાનુનંદન ધર્મનાથ, સુવ્રતા ભલી માત, વજા લંછન વજનમે, ત્રણ ભુવનવિખ્યાત. - ૧ દશ લાખ વરસનું આઉખું, વપુ ધન પિસ્તાલીશ રત્નપુરીને રાજીયો, જગમાં જસ જગીશ. ર ધર્મ મારગ જિનવર કહીએ, ઉત્તમ જન આધાર; તેણે તુજ પાદ પ તણ, સેવા કરૂં નિધાર. ૩
૧ ઈન્દ્ર