________________
ચૌમાસીના દેવવંદન–પં. પદ્યવિજયજીકૃત
૯૫
પછી બેસીને જંકિંચિત્ર નમુત્થણુંજાવંતિ ચેઈટ જાવંત કેવિ નમેડીંત કહી સ્તવન કહેવું.
સ્તવન. પ્રથમ જિણેસર પ્રણમીયે, જાસ સુગંધી રે કાય; કલ્પવૃક્ષ પરે તાસ, ઇંદ્રાણી નયન જે, ભંગપર લપટાય. રોગ ઉરગ તજ નવિ નડે, અમૃત જે આસ્વાદ તેહથી પ્રતિહત તેહ, માનું કોઈ નહિ કરે, જગમાં તુમશું રે વાદ. વિગર જોઈ તુજ નિરમલી, કાયા કંચન વાન; નહિ પ્રસ્વેદ લગાર, તારે તું તેહને, જે ઘરે તાહરૂં રે ધ્યાન. રાગ ગયો તુજ મન થકી, તેહમાં ચિત્ર ન કેઈ; રૂધિર આમિષથી રાગ, ગયે તુજ જન્મથી, દૂધ સહોદર હોય. શ્વાસોશ્વાસ કમલ સમા, તુજ લોકોત્તર વાત; દેખે ન આહાર નિહાર, ચરમચક્ષુ ઘણી, એહવા તુજ અવદાત.