________________
ચૌમાસીના દેવવંદન–પં. વીરવિજયજીકૃત
ઉપગારી ભૂલ સૂત્ર તે ચાર, નંદી અનુયાગદ્વાર; એ પીસ્તાલીશ આગમસાર, સુણતાં લહીયત ઉદાર; વસ્તુ સ્વભાવ વિચાર,વિષયભુજંગિનીવિષ અપહાર;
એ સમો મંત્ર ન કે સંસાર, વીરશાસન જયકાર. ૩ નકલ બીજોરું દેય કર ઝાલી, માતંગ સુર શામ કાંતિ તેજાલી; વાહન ગજ શુંઢાલી, સિંહ ઉપર બેઠી રઢીયાલી; સિદ્ધાયિકા દેવી લટકાલી, 'હરિતાભા ચાર ભૂજાલી; પુસ્તક અભયાજિમણેઝાલી, માતુલિંગનેવીણા રસાલી, વામ ભુજ નહિખાલી;શુભ ગુરૂ ગુણપ્રભુ ધ્યાન ઘટાલી, અનુભવ નેહશું દેતી તાલી, વીર વચન ટંકશાલી. ૪ તીર્થપતિ શ્રી વર્ધમાન જિન સ્તવન,
(રાગઅંગાલ.) ત્રિશલાનંદન ચંદન શીત, દર્શન અનુભવ કરીયે નિત; સ્વામી સેવીયે; તુમ દશરનથી અલગા જેહ, વલગ્યા કર્મ પિશાચને છે. સ્વામી સેવીયે. ૧ હું પણ ભમી આ સંસાર, દર્શન દીઠા વિણ નિરધાર, ' સ્વામી સેવીયે;
૧ લીલા વર્ણવાલી, ૨ બીજોરું.