________________
દેવવંદનમાલા
તમને છૂટા કરવામાં આવે. આ મારી આજ્ઞા અને ઈચ્છા પ્રાણીઓના રક્ષણ માટે છે. તેના પાલનથી તમારું પણ કલ્યાણ થશે.” ગઝનીપતિએ પણ તેમ કરવા કબૂલ કર્યું.
પછી રાજા તેને પિતાના મહેલમાં લઈ ગયા. ત્યાં તેને ગ્ય સત્કાર કરી જીવદયાની મહત્તા સમજાવી પિતાના પુરૂષ સાથે કુમારપાળે તેને તેના સ્થાને પહોંચાડે. ત્યાં છ મહિના જીવરક્ષા પળાવીને રાજાના પુરૂષે પણ ગઝનીપતિએ આપેલા ઘણુ ઘેડા વગેરે ભેટ સાથે સ્વસ્થાને આવ્યા.
ઇતિ કુમારપાળ કથા. અહીંઆ આ બાબતમાં બીજા પણ દષ્ટાન્ત ઘણાં આપ્યાં છે. પરંતુ તે બધાં દષ્ટાન્ત આપવાને આ પ્રસંગ નથી. ટુંકાણમાં કહેવાને સાર એ છે કે વર્ષો ત્રાતમાં સર્વ દિશાઓમાં જવાને નિયમ કરો. પરંતુ તે કરવાની અશક્તિ હોય તે જેટલી દિશાને ત્યાગ બની શકે તેટલી દિશામાં જવાને ત્યાગ કર.
વળી ચોમાસામાં સર્વ સચિત્તને ત્યાગ કરે. પરંતુ તેમ કરવાને અશકત હોય તેણે જે જે સચિત્ત વસ્તુ વિના નિર્વાહ શકય હોય તે તે સચિત્તને ત્યાગ કરે. વળી જે જે દેશમાં જે જે વસ્તુઓ મળતી જ ન હોય, તેમજ જે જે ઋતુમાં જે જે સચિત્ત વસ્તુ હોતી નથી તેને તે અવશ્ય ત્યાગ કરે જ. કારણ કે તેટલે અંશે પાળેલી વિરતિ પણ મહાફલદાયી થાય છે. જેમાં એક વખત ખાય પરંતુ એકાશનનું પચ્ચકખાણ ન કરે તે તેને એકાશનનું ફલ મળતું નથી, તેમ જે જે વસ્તુ મળતી નથી અને તેથી વાપરે નહિ