________________
૩૮
દેવવનમાલ
આષાઢ ચેકમાસામાં સંકટ આવ્યા છતાં વ્રત નહિ કુમારપાળ નરેશની કથાના સાર.
એક વાર પાટણ નગરમાં ચામાસુ રહેલા શ્રી હેમચંદ્ર સૂરીશ્વરે કુપારપાળ રાજાની આગળ છઠ્ઠા દિવિરમણ વ્રતનું વર્ણન કરતાં જણાવ્યુ કે “ વિવેકી પુરૂષાએ જીવદયાન પાલન માટે છઠ્ઠા વ્રતનું ગ્રહણ કરવું જોઇએ. તેમાં પણ વર્ષા ઋતુમાં તે અવશ્ય ગ્રહણ કરવું જોઇએ. ગુરૂનાં વચન સાંભળીને કુમારપાળ ભૂપાળે પણ ગુરૂ પાસે નિયમ ગ્રહણ કર્યો કે નગરનાં સર્વાં ચૈત્યાને વંદન તથા ગુરૂને વંદન કરવ સિવાય નગરમાં પણ ચામાસાની અંદર હું કરીશ નિહ.
મૂકનારે
કુમારપાળે ગ્રહણ કરેલ નિયમની વાત મધે ફેલા ગઈ. તે અભિગ્રહની તથા ગુજરાતની સમૃદ્ધિની વાત ચરના મુખથી સાંભળીને ગઝનીના રાજાએ ગુજરાત દેશ ભાગવાને સારા લાગ છે એવું જાણીને ગુજરાત તરફ પ્રયણ કર્યું. પોતાન ચરના મુખથી આ હકીક્ત જાણીને ચિન્તાતુર રાજા પ્રધાનને સાથે લઇને ગુરૂ પાસે આવ્યા. ગુરૂને વંદન કરીને હકીકત જણાવીને કહ્યું કે “ જો હું તેની સામે જતા નથી તે તે દેશને લૂટશે, તેથી લાકોને પીડા થશે. તેમજ ધર્મની નિ ંદા થશે. ને સામે જાઉં તે નિયમના ભંગ થાય છે. ”
રાજાનાં વચન સાંભળી ગુરૂએ કહ્યું કે‘ ‘ તમે લગાર પણ ચિન્તા કરશેા નહિ કારણ કે તમારા આરાધેલા ધર્મ જ તમને સહાય કરશે.” એ પ્રમાણે રાજાને આશ્વાસન આપી પદ્માસન ૧ ગુપ્તચર, જાસુસ, ખાતમીદાર.