________________
ચૌમાસીની કથા.
વર્ષમાં ત્રણ ચૌમાસી આવે છે. કારતકી ચેમાસી, ફાગુણ માસી અને આષાઢ માસી. ત્રણ ચૌમાસીમાં પણ આષાઢ માસીમાં વ્રતધારી શ્રાવક જેણે બાર વ્રત ગ્રહણ કર્યા હોય તેમાં પાંચમું વ્રત અંગીકાર કર્યું હોય તેણે દરેક ચોમાસામાં તેના નિયમેને સંક્ષેપ કરે. જેણે તે વ્રત અંગીકાર ન કર્યું હોય તેવા શ્રાવકે પણ દર ચૌમાસીમાં અમુક અભિગ્રહ સ્વીકારવા જોઈએ. તેમાં પણ આષાઢ ચોમાસામાં ( વર્ષ ચતુર્માસીમાં) વિશેષતાથી વિધિ પૂર્વક ગ્રહણ કરવા જોઈએ.
વર્ષા ઋતુમાં હળથી ખેતર ખેડવું, ગાડી ચલાવવાં વગેરેને ત્યાગ કરવે, કારણકે આ ચોમાસામાં વર્ષાદને લીધે અનેક વનસ્પતિઓ તથા અનેક પ્રકારના વિકલેન્દ્રિય જીવે તથા દેડકાં વગેરે પંચેંદ્રિય જીવની ઉત્પત્તિ થાય છે. તેથી ઉપરની ક્રિયાઓથી ઘણું જીવહિંસા થાય છે. આજીવિકા નિમિત્ત ખેતીને ત્યાગ ન બને તે પણ એકાદિ ખેતરથી અધિક ખેતર ખેડવાનો નિયમ કરે. આ કાળમાં સર્વ દિશાઓમાં જવાને નિષેધ કર્યો છે. કહ્યું છે કે “ વર્ષા ઋતુમાં સર્વ જીની દયા માટે એક સ્થાનકે રહેવું.”
પ્રથમ બાવીસમા શ્રીનેમિનાથના ઉપદેશથી કૃષ્ણ મહારાજાએ ચોમાસામાં દ્વારકાની બહાર નહિ નીકળવાનો નિયમ ગ્રહણ કર્યો હતે. તેવી જ રીતે કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્ર સૂરીશ્વરની પાસે ગુર્જરેશ્વર કુમારપાળે પણ અષાઢ માસામાં નગર બહાર નહિ જવાને નિયમ લીધે હતે. તેને ટૂંક સાર આ પ્રમાણે –