________________
૧૮
દેવવંદનમાલા
ધર્માદિક સવિ દ્રવ્યને, સામાન્ય વિશેષ ગરિ.સમ૨૨ સામાન્યાદેશે કરી, લોકાલોક સ્વરૂપ; ક્ષેત્રથી જાણે સર્વને, તત્વ પ્રતીત અનુરૂપ. સમ૦૨૩ અતીત અનામત વર્તન, અદ્ધા સમય વિશેષ; આદેશે જાણે સહ, વિતર્થ નહિ લવલેશ. સમ૦૨૪ ભાવથી સવિહુ ભાવના, જાણે ભાગ અનંત ઉદયિકાદિક ભાવ જે, પંચ સામાન્ય લહંત. સમ૦૨૫ અમૃતનિશ્ચિત માનીયે, મતિના ચાર પ્રકાર; શીધ્ર સમય રહા પરે, અકલ ઉતપાતકી સાર. સમ૦૨૬ વિનય કરતાં ગુરૂતણે, પામે મતિ વિસ્તાર તે વિનયકી મતિ કહી, સઘલા ગુણ સિરદાર. સમ૦૨૭ કરતાં કાર્ય અભ્યાસથી, ઉપજે મતિ સુવિચાર; તે બુદ્ધિ કહી કામિકી, નંદીસૂત્ર મઝાર. સમર ૨૮ જે વયના પરિપાકથી, લહે બુદ્ધિ ભરપૂર કમલ વને મહાહંસને, પરિણામિકી એસબૂર. સમ૦૨૯ અડવીશ બત્રીશ દુગ ચઉ, ત્રણસેં ચાલીશ જેહા દર્શનથી મતિ ભેદ તે,વિજય લક્ષ્મી ગુરુગેહ. સમ૦૩૦ ઈતિ શ્રી મતિજ્ઞાન.
૧ બેટા. ૨ ઉંમર વધવાથી.