________________
૯૫ દીવાળીની થેય. સિદ્ધારથ તાતા જગત વિખ્યાતા ત્રિશલાદેવી માત, તિહાં જગગુરૂ જગ્યા સવી દુખ વિરમ્યા મહાવીર જિનરાય પ્રભુ લઈને દીક્ષા કરે હિત શિક્ષા દેઈ સંવછરી દાન, બહુ કમ ખપેવા શિવ સુખ લેવા કીધે તપ શુભ થાન.
વર કેવલ પામી અંતર જામી વદ કાતિક શુભ રીસ, અમાવાસ્યા જાતે પાછલી રાતે મુગતિ ગયા જગદીસ વલી ગૌતમ ગણધર મોટા મુનિવર પામ્યા પંચમ જ્ઞાન, જયાં તત્વ પ્રકાસી, શીલ વિલસી પહોતા મુગતિ નિધાન. ૨
સુરપતિ સંચરીયા રતન ઉદ્ધરિયા રાત થઈ તીહ કાલી, જન દીવા કીધા કારજ સિદ્ધા નિશા થઈ અજવાળી, સહુ લોકે હરખી નજરે નિરખી પર્વ કીયો દિવાળી, વલી ભોજન ભગતે નિજ નિજ શક્તિ સેવ સુહાળી.
સિદ્ધાયિકા દેવી વિન હરેવી વાંછિત દે નિરધારી, કરી સંઘને શાતા જેમ જગ માતા, એહવી શકિત અપારી એમ જિન ગુણ ગાવે શિવ સુખ પાવે સુણજે ભવીજન પ્રાણી, જિનચંદ્ર યતીસર મહામુની સર જપે એવી વાણી. ૪