________________
૨૩ શ્રી પર્યુષણનું ચૈત્યવંદન. પર્વ પર્યુષણ ગુણનીલો, નવ કલ્પી વિહાર ચાર માસાન્તર સ્થિર રહે, એજ અર્થ ઉદાર. આષાઢ સુદ ચઉદશ થકી, સંવત્સરી પચાસ મુનિવર દિન સિત્તેરમે, પડિક્કમતાં ચૌમાસ , શ્રાવક પણ સમતા ધરી, કરે ગુરૂનાં બહુમાન; કલ્પસૂત્ર સુવિહિત મુખે, સાંભલે એક તાન. જિનવર ચત્ય જુહારીયે, ગુરૂભકિત વિશાલ પ્રાયે અષ્ટ ભવાંતરે, વરીયે શિવ વરમાલ. દર્પણથી નિજ રૂપને, જુવે સુદષ્ટિ રૂપ; દર્પણ અનુભવ અર્પણે, જ્ઞાનરમણ મુનિ ભૂપ. આત્મ સ્વરૂપ વિલોકતાં, પ્રગટ મિત્ર સ્વભાવ, રાય ઉદાયી ખામણાં, પર્વ પર્યુષણ દાવ. નવ વખાણ પૂજી સુણો, શુકલ ચતુથી સીમા; પંચમી દિને વચ્ચે સુણે, હોય વિરાધકે નિયમા. એ નહી પર્વ પંચમી, સર્વ સમાણી ચોથે ભવભીરૂ મુનિ માનશે, ભાખ્યું અરિહા નાથે. શ્રત કેવલી વયણાં સુણીએ, લહી માનવ અવતાર; શ્રી શુભવીરને શાસને, પામ્યા જય જ્યકાર.
૨૪ શ્રી કુંજણનું ચૈત્યવંદન. શ્રી શત્રુંજય શૃંગાર હાર, શ્રી આદિ જિર્ણ નાભિરાય કુળચંદ્રમા, મરૂદેવીનંદ,