________________
૪૮ ચકકેસરી સાનિધ્ય કરી, વેશ્યા ઉતાર્યો નાદ રે. ૮ વેશ્યાથી મુકાવીને, શેઠ તેડી ઘરે આવે રે, મનમાં અતિ હર્ષિત થક, પુત્રી કહીને બોલાવે રે. તે ૯ કુમારી રૂપે રૂઅડી, શેઠ તણું મન રે, અભિનવ જાણે સરસ્વતી, કલા ચોસડ સોહે રે. તે ૧૦ કામ કાજ ઘરનાં કરે, બેલે અમૃત વાણું રે ચંદનબાલા તેહનું, નામ દીધું ગુણ જાણી રે. તે ૧૧ ચંદનબાલા એક દિને શેઠ તણે પગ પેવે રે; વેણ ઉપાડી શેઠજી, મૂલા બેઠી જેવે રે. તે ૧૨ તે દેખીને ચિંતવે, મૂલા મન સંદેહ રે; શેઠજી રૂપે મહિયા, કરશે ગૃહિણું એહ રે. તે ૧૩ મનમાં ક્રોધ કરી ઘણે નાવીને તેડાવી રે, મસ્તક ભદ્ર કરાવીયુ, પગમાં બેડી જડાવી રે, તે ૧૪ ઓરડામાંહિ ઘાલીને, તાલું ને જાવે રે; મૂલા મના હર્ષિત થઈ બીજે દિન શેઠ આરે. તે ૧૫ શેઠ પૂછે કુમારી કિહાં, ઘરણીને તિણ કાલે રે; તે કહે હું જાણું નહી, એમ તે ઉત્તર આલે રે. તે ૧૬ એમ કરતાં દિન ત્રણ થયા, તેહિ ન જાણે વાત રે; પાડેશણ એક કરી, સઘલી કહી તેણે વાત રે. તે ૧૭ કાઢી બાર ઉઘાડીને, ઉંબરા વચ્ચે બેસારી રે; આપ્યા અડદના બાકુલા, સૂપડામાંહે તિણ વારીરે. તે ૧૮
૩૨