________________
૧૨
૧૯ બીજનું ચિત્યવંદન. ચોવીશ જિનરાજજી, ચંપાપુરી આવે, ચૌદ સહસ અણગારનાં, સ્વામી તેહ કહાવે. અઢી કોશ ઉંચે સહિ સમવસરણ વિરચાવે; ત્રિભુવન પતિ ગુરૂ તેહમાં, ઉપદેશ વરસાવે. જિતશત્રુ રાજા તિહાં, પ્રભુને વંદન આવે, તે પણ સમવસરણ માંહી, બેસી હરષિત થવે. ૩ ભવિક જીવ તારણ ભણ, ગૌતમ પૂછે જિનને, બીજ તિથિ મહિમા કહે, સંશય હરણ પ્રભુ અમને. ૪ તવ પ્રભુ પરખદા આગલે, બીજનો મહિમા ભાખે; પંચ કલ્યાણક જિનતણું, તે સહુ સંઘની સાખે. ૫ બીજ અજિત જૈનમીઆ બીજ સુમતિ ચ્યવન; બીજે વાસુપૂજયજી, લહું કેવળ નાણ. દશમા શીતલનાથજી, બીજે શિવ પામ્યા સાંતમાં ચક્રી અર જિન, જમ્યા ગુણ ધામ. એ પાંચે જિન સમરતાં એ, ભવિ પામો દોય ધર્મ સર્વવિરતિ ને દેશવિરતિ, ટાળે પાતિક મર્મ. વીર કહે દ્વિતીયા તિથિ, તે કારણે તમે પાળે ચંદ્રકેતુ રાજા પરે, આતમ અજવાળો. તે સાંભળી બહુ આદરે, પ્રાણુ બીજ તિથિ સાર; તે આરાધતાં કેઇનાં, થયા આતમ ઉદ્ધાર. ૧૦ ચઉ વિહાર ઉપવાસ કરી, બીજ આરાધે વિવેક નયસાગર કહે વીર જિન, ઘો મુજને શિવ એક. ૧૧
હ કેવળ નાણ.
-
૮
૧
૧