________________
તે પણ મીઠડા રે, લોલ બિયારી બોલ રે, સા. ૭
એમ સરિ ગુણ અંગીકરી રે, પરહરી દેષ અશેષ, બેલતાં સાધુને હુવે નહિ રે, કર્મનો બંધ લવલેશ રે. સા. ૮
દશવૈકાલિક સાતમે રે અધ્યયને એ વિચાર, લાસવિજય ગુરૂથી લહે રે, વૃદ્ધિવિજય જયકાર રે. સા. ૯
૪૬ અષ્ટમાધ્યયનની સઝાય, (૯) રામ સીતાને ધીજ કરાવે–એ દેશી. કહે શ્રીગુરૂ સાંભલો ચેલા રે, આચારજ એ પુણ્યના વેલારે છકાય વિરોહણ ટાલો રે, ચિત્ત શેખે ચારિત્ર પાલો રે. ૧
પુઢવી પાષાણ ન ભેદો રે, ફલ ફૂલ પત્રાદિ ન છેદો રે; બીજ કંપલ વન મત ફરજે રે, જીવ વિરાધનથી ડર રે. ૨ - વલી અગ્નિ મ ભેટશ ભાઈ રે,પીજે પાણી ઉનું સદાઈ રે, મત વાવરો કાચું પાણી રે, એવી છે શ્રી વીરની વાણી રે. 3
હિમ ધૂઅર વડ ઉબરાં રે, ફલકુંથુઆ કીડી નગરાં રે, નીલ ફૂલ હરી અંકૂરા રે, ઇંડાલ એ આઠે પૂરા રે. ૪
સ્નેહાદિક ભેદે જાણી રે, મત હણજે સૂક્ષ્મ પ્રાણ રે પડિલેહી સવિ વાવજો રે, ઉપકરણે પ્રમાદ મ કરજો રે. ૫
જયણાયે ડગલાં ભરજે રે, વાટે ચાલતાં વાત મ કરજો રે, મત જોતિષ નિમિત પ્રકાશે રે, નિરખો મત નાચ તમાસ રે.