________________
૧૦ શ્રી વીસ જિનના સમકિતાશ્રયી ભવગણત્રીનું
ચિત્યવંદન. પ્રથમ તીર્થંકર તણા હુવા, ભવ તેર કહી; શાંતિ તણા ભવ બાર સાર, નવ ભવ નેમ લહીજે. ૧ દશ ભવ પાસ જિર્ણદના, સત્તાવીસ શ્રીવીર; શેષ તીર્થકર ત્રિસું ભવે, પામ્યા ભવજલ તીર. ૨ જીહાંથી સમકિત ફરશીયું એ, તિહાંથી ગણુએ તેહ, ધીર વિમલ પંડિત તણ, જ્ઞાનવિમલ ગુણગેહ.
૧૧ શ્રી જિન ચૈત્યવંદન, જય જય તું જિનરાજ આજ, મીલીયે મુજ સ્વામી અવિનાશી અકલંક રૂપ, જગ અંતર જામી. ૧ રૂપારૂપી ધર્મદેવ, આતમ આરામી, ચિદાનંદ ચેતન અચિંત્ય, શિવ લીલા પામી. સિદ્ધ બુદ્ધ તું વદતા, સકલ સિદ્ધિ વરબુદ્ધ રામ પ્રભુ ધ્યાને કરી, પ્રકટે આતમરિદ્ધ. કાલ બહુ થાવર ગયે, ભમી ભવમાંહી; વિકલેંદ્રિય એળે ગયે, સ્થિરતા નહી કયાંહી. તિર્યંચ પંચેન્દ્રિય મહી દેવ, કરમે હું આવ્યો; કરી કુકર્મ નરકે ગયા, તુમ દર્શન નવિ પાયે. એમ અનંત કાલે કરી એ, પાયે નર અવતાર હવે જગ તારક તુહી મલ્યો, ભવજલ પાર ઉતાર. ૬