________________
૪૨૪
જેમ ભિખારીને ભાંગે ઠીકરો, તે તે તો દેહિલે હાય રે; ખટ ખંડ તજવા સહિલા, જે વૈરાગ્ય મનમાં હોય રે, જાઉં
નથી સંસારમાં કોઈ કોઈનું, સૌ સ્વારથીયા સગાંવહાલાં રે, કર્મ તણે સંગે સહુ સાંપડ્યાં, અંતે જાણે સઘળા ઠાલા રે. જાઉં
મારૂં મારૂં મત કરો પ્રાણયા, તારું નથી કે એણી વેલા રે; ખાલી પાપના પિોટલા બાંધવા, થાશે નરકમાં ટેલમ ઠેલા રે. જાઉં.
ગરજ સારે જે એહથી, તે સંસાર મુનિ કેમ છોડે રે; પણ જુઠી બાજી છે સંસારની, ઈંદ્રજાળની બાજી તેડે રે. જાઉં - નગારા વાગે માથે મોતનાં, કેમ નિશ્ચિત થઈને સુતે રે મધુબિંદુ સુખની લાલચે, ખાલી કીચડમાં કેમ ખુતો રે, જાઉં
લાખ ચોર્યાશી છવાયોનિમાં, નથી છૂટવાને કોઈ આરો રે, એક જ મલ્લ વૈરાગ્ય છે, તમે ધર્મ રત્ન સંભાળે છે. જાઉં
૮ વૈરાગ્યની સઝાય. (૨) તન ધન જોવન કારમુંજી રે, કોના માત ને તાત; કાના મંદીર માલિયાંજી રે, તે સહુ સ્વપ્નની વાત.
સૌભાગી શ્રાવક સાંભળો ધર્મ. ૧