________________
૪૨૩
ત્રણ દિશે ધર્મ હોશેનહિ, દક્ષિણ દિશે ધર્મ હશે રે. ચંદ્ર ૯ સેનાની થાળી મળે, કુતરડા ખાવે ખીર રે ' ઉંચતણું રે લક્ષ્મી, નીચતણે ઘેર હશે રે. ચંદ્ર ૧૦ હાથી માથે બેઠો રે વાંદરો, તેને શો વિરતાર રે, સ્વેચ્છી રાજા ઉંચા હેશે, અસલી હિન્દુ હેઠા હાથ રે, ચંદ્ર૦૧૧ સમુદ્ર મર્યાદા મૂકી બારમે રે, તેને શો વિસ્તાર રે; ' શિષ્ય ચેલને પુત્રપુત્રીઓ, નહિરાખે મર્યાદાલગારરે. ચંદ્ર ૧૨ રાજકુંવર ચઢયો પિઠીએ, તેને શે વિસ્તાર રે, ઉતે જૈનધર્મ છાંડીને, રાજાનીચધર્મ આદરશે રે. ચંદ્ર. ૧૩ રત્ન ઝાંખા રે દીઠા ચૌદમે, તેનો શે વિસ્તાર રે, ભરતક્ષેત્રના સાધુ સાધ્વી,તેને હેત મેળાવા થોડા હશેરે.ચંદ્ર૧૪ મહાવતે જીત્યા વાછડા, તેને શો વિસ્તાર રે; બાળક ધર્મ કરશે સદા,બુદ્રા પરમાદી પડયા રહેશે રે. ચંદ્ર ૧૫ હાથી લઢે રે માવત વિના, તેને શો વિસ્તાર રે, વરસ થોડાને આંતરે, માગ્યા નહિ વરસે મેહ રે. ચંદ્ર. ૧૬ વ્યવહાર સૂત્રની ચૂલિકા મળે, ભદ્રબાહુ મુનિ એમ ભાખે રે; સોળ સુપનને અર્થ એ, સાંભળો રાય સુધીર રે. ચંદ્ર ૧૭
૭ વૈરાગ્યની સેક્ઝાય. (૧) જાઉં બલિહારી રે વૈરાગ્યની, જેના મનમાં એ ગુણ આ રે, મોક્ષના મોતી તે જીવડા, નરભવ સફળ તેને પાયો રે. જાઉં,