________________
૪૦
૬ પુણ્ય તથા પાપને બંધ તત્વમાં સમાવી શકાય છે, કેમકે જે બંધ પડે છે તે પુણ્યનો અથવા પાપનો બંધ એટલે ગાંઠ. એકનું બીજા સાથે સંલગ્ન થવું તે બંધ કહેવાય છે. લગ્ન ગ્રંથીથી ઓળખાતો વરકન્યાને લગ્ન સંબંધ તે એક પ્રકારને બંધ છે. લગ્નવિધાન ચાર મંગળ ફેરાથી વિહિત છે. તેની જમ કર્મ સાથે જીવનું લગ્ન યાને બંધ વિધિ ચાર પ્રકારે વિહિત છે. પ્રકૃતિ સ્થીતિ અનુભાગ એટલે રસ અને પ્રદેશ એ ચાર પ્રકારના બંધ છે. કર્મ બાંધનાર જીવ આ ચારે જાતના બંધ બાંધે છે. કર્મ બાંધતાં તેને સ્વભાવ, તેનું કાલ પ્રમાણ તેની ચિકારા અને પુદગલ પરમાણુની સંખ્યા એ સઘળું એકી સાથે બંધાય છે. જે સ્વભાવ તે પ્રકૃતિ, જે રથીતિ તે કાળ પ્રમાણ, જે અનુભાગ તે ચિકાશ અને જે પ્રદેશ તે પુદગલ પરમાણુની સંખ્યા. કર્મ બંધનાં કારણ ઉપર કહી જ ગયા તે મિથ્યાત્વ કષાય અવિરતિ અને ગ.
૭ મિથ્યાત્વ એ અજ્ઞાન છે. દરેક જન્મ ધારીને એ જાણવાની શક્તિ સ્વાભાવિક હોય છે. કારણ કે પ્રાણીમાત્રને નિગોદીને પણ, અક્ષરનો અનંતમો ભાગ સદા ઊઘાડે ખુલ્લો હોય છે. આ જાણવાની શક્તિ સઘળા જીવોની એક સરખી નથી હોતી. મોટા ભાગને અવાસિત શક્તિ હોય છે. જયારે બાકીના બહુ અલ્પ ભાગને વાસિત જાણવાની શક્તિ હોય છે. જે અવાસિત શક્તિ તે અજ્ઞાન અને વાસિત શક્તિ તે જ્ઞાન. દારૂને ઘડે દારૂની વાસનાથી અપવિત્ર અસ્પૃશ્ય થાય