________________
૪૦૪
જીવન કંઈક કહેવા જેવી દશામાં નિર્વાહ કરી શકે છે. આ વિદ્યામાં નિપુણ થનારા ઝડપથી આગળ વધે તેમાં તે નવાઈ જ નથી. પશ્ચિમના જર્મની તથા અમેરીકા વગેરે દેશની અર્વાચીન આર્થિક સરસાઈ એ તેમની પૌલ્મલિક વિદ્યાની નિપુણતાને આભારી છે. ભારતની પ્રાચીન ધાર્મિક સરસાઈ જેમાં આર્થિક ઈશ્વરતા પણ રહેલી હતી તે સાચી જ્ઞાનની અધ્યાત્મ જ્ઞાનની નિપુણતા છે.
૨ જ્ઞાનને સાદા અર્થમાં જાણવાની શક્તિ કહીએ. જ્ઞાન એ આત્માને જ એક ગુણ છે, તથાપિ દુનિયામાં બધા સરખું જાણનારા નથી. તે સંસારી ઓની અપૂર્ણતા બતાવે છે કે જેને આપણે “ક્ષયોપશમ ની વિચિત્રતાઓ લેખીએ છીએ. એથી કરીને કર્મની પ્રતીતિ દઢતાથી સિદ્ધ થાય છે. કેમકે સુખ વિરૂદ્ધ દુઃખ, શ્વેત વિરૂદ્ધ કૃષ્ણ જન્મ વિરૂદ્ધ મરણ વિગેરેની જેમ ગુણ વિરૂદ્ધ અવગુણ-દોષ છે એ સહેલાઈથી સમજાય છે. જે અવગુણ અર્થાત દોષ છે તે કર્મ છે.
૩ કર્મ વરંતુ જડ-પુદ્ગલ દ્રવ્ય છે. જેમ રફટિકને મલિન કરવાને ધુળને સ્વભાવ છે, તેમ આત્માને મલીનકરવું એ કર્મનો સ્વભાવ છે. કર્મ વસ્તુ બહોલી છે, તથાપિ મન વચન અને શરીરનાં જુદાં જુદાં લક્ષણોથી તેનું કંઇક દર્શન થાય છે. જયાં સુધી જીવને એ ત્રણમાંનું એક પણ લાગેલું હોય છે, ત્યાં સુધી તે સંસારી જ હોય છે. સંસાર એ કમ દોષથી દુષિત થયેલા