________________
૩૮૮
વસ્તુ ઈદ-૫ટમ ગણહર પઢમ ગણહર, વરિસ પચાસ ગિહિવાસે સંવસિય, તીસ વરિસ સંજમ વિભૂસિય; સિરિ કવલનાણ પુણ બાર વરિસ તિહુથણ નમંતિય રાયગિહિ નયરીહિં કવિ, બાણું વય વરિલાઉસામી ગાયમ ગુણ નીલ, હેરો શિવપુર ઠાઉ.
૩૭ ઢાળ છી-ભાષા. જિમ સહકારે કોયલ ટહુકે, જિમ કુસુમહ વને પરિમલ મહકે, જિમ ચંદન સુગધનિધિ જિમ ગંગાજળ લહેરે લહકે, જિમ કણયાચલતેજે ઝલકે, તિમ ગોયમ સૌભાગ્ય નિધિ ૩૮
જિમ માનસરોવર નિવસે હંસા, જિમ સુરવર સિરિ કણયવતંસા, જિમ મહુયર રાજીવ ને જિમ રયણાયર રયણે વિલસ, જિમ અંબર તારાગણ વિકસે, તિમ ગોયમ ગુણ કેલિવને.
- ૩૯ - પુનમ નિશિ જિમ શશિહર સેહે, સુરતરૂ મહિમા જિમ જગ મોહે, પૂરવ દિસિ જિમ સહસદરે પંચાનન જિમ ગિરિવર રાજે, નરવઈ ઘર જિમ મયગલ ગાજે, તિમ જિનશાસન મુનિપવો.
જિમ સુરતરૂવર શહેર શાખા, જિમ ઉત્તમ મુખ મધુરી ભાષા, જિમ વન કેતકી મહમહે એ જિમ ભૂમિપતિ
યબલ ચમકે, જિમ જિનમંદિર ઘંટા રણકે, તિમ ગોયમ લધે ગહગ એ.
૪૧