________________
૩૭૨
મંત્ર જપે ત્રણ કાલને, ગણણું તેર હજાર. કષ્ટ કહ્યું ઉંબર તણું, જપતા નવપદ ધ્યાન, શ્રી શ્રીપાલ નીંદ થયા, વા બમણે વાન. સાતમેં મહીપતિ સુખ લહ્યાં, પિતા નિજ આવાસ, પુણ્ય મુક્તિવધુ વર્યા, પામ્યા લીલ વિલાસ,
શ્રી સિદ્ધચકનું ચૈત્યવંદન. બાર ગુણ અરિહંતના, તેમ સિદ્ધના આઠ છત્રીસ ગુણ આચાર્યના, જ્ઞાન તણા ભંડાર, ૧ પચવીશ ગુણ ઉપાધ્યાયના, સાધુ સત્યાવીશ શ્યામ વર્ણ તનુ શોભતા, જિન શાસનના ઈશ. ૨ નાણુ નમું એકાવને, દર્શનના સડા; સિત્તર ગુણ ચારિત્રના, તપના બાર પ્રધાન. ૩ એમ નવપદ જુગતે કરી, તિન શત અડ ગુણ થાય; પૂજે જે ભવિ ભાવથું, તેનાં પાતક જાય. પૂજ્યા મયણાસુંદરીયે, તેમ નરપતિ શ્રીપાલ પુણ્ય મુક્તિ સુખ લહ્યાં, વત્ય મંગલ માલ.
૮-૧૬ પર્યુષણનાં ચૈત્યવંદન. (૧) શ્રી શેત્રુંજો શિણગાર હાર, શ્રી આદિ જિનંદ, કી નાભિરાયા કુલ ચંદ્રમા, મારૂદેવાનંદ.
૧. કાશ્યપ ગોત્ર ઈફ્લાક વંશ વિનીતાને રાય ધનુષ પાંચસે દેહમાન, સેવન સમ કાય, ૨