________________
ન્યાય દ્રવ્ય વિધિ શુદ્ધતા, શુદ્ધિ સાત પ્રકાર. કાર્તિક સુદી પુનમ દિને, દશ કેડી પરિવાર; દ્રાવિડ વારિખિલ્લજી, સિદ્ધ થયા નિરધાર. તિણે કારણ કાર્તિકી દિને, સંધ સકળ પરિવાર, આદિદેવ સન્મુખ રહી, ખમાસમણ બહુ વાર. એકવીસ નામે વર્ણવ્યા, તિહાં પહેલું અભિધાન; શત્ર જય શુકરાજથી, જનક વચન બહુમાન. (સ. ૧) ૫ સમોસર્યા સિધ્ધાચળે, પુંડરીક ગણધાર; લાખ સવા માહાતમ કહ્યું, સુર નર સભા માઝાર. ૬ ચૈત્રી પુનમને દિીને, કરી અણસણ એક માસ પાંચ કેડી મુનિ સાથશું, મુક્તિનિલયમાં વાસ. ૭ તિણ કારણ પુંડરીકગિરિ, નામ થયું વિખ્યાત; મન વચ કાર્ય વંદીએ, ઉઠી નિત્ય પ્રભાત. (સ. ૨) ૮ વીશ કેડીશું પાંડવા, મોક્ષ ગયા છણે ઠામ, એમ અનંત મુક્ત ગયા, સિદ્ધક્ષેત્ર તિણ નામ. (સ. ૩) ૯ અડસઠ તીરથે નહાવતાં, અંગરંગ ઘડી એક તુબી જળ સ્નાન કરી, જા ચિત્ત વિવેક. ૧૦ ચંદ્રશેખર રાજા પ્રમુખ, કરમ કઠણ મલ ધામ, અચળપદેવિમલા થયા, તિણે વિમલાચલ નામ. (સ. ૪) ૧૧ પર્વતમાં સુરગિરિ વડે, જિન અભિષેક કરાય; સિદ્ધ હુવા સ્નાતક પદે, સુરગિરિ નામ ધરાય. ૧૨