________________
૩૫૭
કીજ, નવ આંબિલ નિરધાર; દેય સહસ ગણવું, પદ સમ સાડા ચાર એકાશી આંબિલ તપ, આગમને અનુસાર. ૩
સિદ્ધચક્રનો સેવક, શ્રીવિમલેસર દેવ શ્રીપાલ તણે પરે, સુખ પરે સ્વયમેવ દુઃખ દેહગ ના, જે કરે એહની સેવ; શ્રીસુમતિ સુગુરૂનો, રામ કહે નિત્યમેવ.
૩૩ શ્રી સિદ્ધચક્રની થાય. અરિહંત નમો વલી સિદ્ધ નમો, આચારજ વાચક સાહુ નમો દર્શન જ્ઞાન ચારિત્ર નમે, તપ એ સિદ્ધચક્ર સદા પ્રણમો.
અરિહંત અનંત થયા થાશે, વલી ભાવ નિક્ષેપે ગુણ ગાશે, પડિક્રમણ દેવવંદન વિધિશું, આંબિલ તપ ગણવું ગણે વિધિશું.
છરી પાલી જે તપ કરશે, શ્રીપાલ તણું પરે ભવ તરશે; સિદ્ધચક્રને કુણ આવે તેલે, એહવા જિન આગમ ગુણ બોલે.
સાડાચારે વરસે તપ પૂરે, એ કર્મ વિદ્યારણ તપ શૂરે, સિદ્ધચક્રને મન મંદિર થાપ, નય વિમલેસર વર આપો. ૪