________________
૩૩૩
જિહાં પ્રવચન માતા, આઠ તણે વિસ્તાર અડ ભંગી એ જાણે, સવિ જગજીવ વિચાર; તે આગમ આદર, આણુને આરાધે; આઠમને દિવસે, આઠ અક્ષય સુખ સાધો. શાસન રખવાળી, વિદ્યાદેવી સાળ; સમકિતની સાંનિધ્ય, કરતી છાકમછળ; અનુભવ રસ લીલા, આપે સુજસ જગીશ; કવિ ધીર વિમળને, જ્ઞાન વિમળ કહે શિષ્ય.
૫ એકાદશીની સ્તુતિ ગોપી પતિ પૂછે, પભણે નેમિ કુમાર, ઇહાં થોડે કીધે, લહિએ પુણ્ય અપાર, મૃગશર અજવાળી, અગ્યારસ સુવિચાર પિસહ વિધિ પાળી, લહુ તરીએ સંસાર. કલ્યાણક હુવા, જિનના એક સો પચાસ તસ ગુણણુ ગણતાં, પહેચે વાંછિત આશ; છતાં ભાવ ધરીને, વ્રત કીજે ઉપવાસ; મૌન વ્રત પાળી, છાંડી જે ભવ પાસ, ભગવતે ભાખ્યો, શ્રી સિદ્ધાંત મઝાર; અગ્યારશ મહિમા, મૃગશિર પખ શુદી સાર; સવિ અતીત અનાગત, વર્તમાન સુવિચાર જિનપતિ કલ્યાણક, છોડે પાપ વિકાર,