________________
૩૨૯
વિપુલમતિ પાંચસેકહી જે, ચારસેં વાદી જીત્યારે. હમચડી. ૨૨
સાતસે અંતેવાસીસિદ્ધા, સાધવી ચૌદસેં સાર; દિન દિન દીપે તેજ સવાઈ, પ્રભુજીને પરિવાર રે. હમચડી. ૨૩
ત્રીસ વરસ ઘર વાસે વસીઆ, બાર વરસ છદ્મસ્થ; ત્રીશ વરસકેવળ બેંતાલીશ, વરસ શમણું મળે છે. હમચડી. ૨૪
વરસ બહોતેર કેરું આયુ, વીર જિર્ણદનું જાણે; દિવાળી દિન સ્વાતિ નક્ષત્રે પ્રભુજીને નિર્વાણ રે. હમચડી. ૨૫
પંચ કલ્યાણક ઈમ વખાણ્યાં, પ્રભુજીનાં ઉલ્લાસે, સંઘ તણા આગ્રહે હર્ષભર, સુરત રહી ચોમાસું રે. હમચડી. ૨૬
કળશ. એમ ચરમ જિનવર સયલ સુખકર, થા અતિ ઉલટ ભરે; અષાઢ ઉજજવલ પંચમી દિને સંવત સત્તર તહોંતરે, શ્રી વિમળ વિજય ઉવજઝાય પયજ, ભાદરવા સુદ પડવા તણે દિન, રવિવારે ઉલટ ભરો. ભ્રમર સમ શુભ શિષ્ય એ, રામ વિજય જિનવર નામે, લહેએ અધિક જગીશ એ.