________________
૩૮
સાંભળતાં ત્રિભુવન કંપ્યા, પર્વત શિલા ફાટી રે, હમચડી. ૧૩
તે તેં દુષ્ટ સર્વે ઉદ્ધરીઆ, પ્રભુજી પર ઉપગારી; અડદ તણું બાકુલા લઈને, ચંદનબાળા તારી રે. હમચડી. ૧૪
દોય છમાસી, નવ ચઉમાસી, અઢી માસી ત્રણ માસી; દેઢ માસી બે બે કીધાં, છ કીધાં બે માસી રે. હમચડી.૧૫
બાર માસ ને પક્ષ બહેતર, છઠ બસે ઓગણત્રીસ વખાણું બાર અઠ્ઠમ ભદ્રાદિ પડિયા, દિન દેઈ ચાર દશ જાણું રે. હમચડી.
ઈમ તપ કીધાં બારે વરસે, વિણ પાણી ઉલ્લાસે તેમાં પારણાં પ્રભુજીએ કીધાં,ત્રણસેં ઓગણપચાસરે. હમચડી. ૧૭
કર્મ ખપાવી વૈશાખ માસે, શુદી દશમી શુભ જાણ; ઉત્તરા જોગે શાળી વૃક્ષ તળે, પામ્યા કેવળ નાણરે. હમચડી.૧૮ - ઈંદ્રભૂતિ આદિ પ્રતિબોધ્યા, ગણધર પદવી દીધી; સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા, સંઘ સ્થાપના કીધી રે. હમચડી. ૧૯
ચૌદ સહસ અણગાર સાધવી, સહસ છત્રીસ કહી, એક લાખ ને સહસ ઓગણસાઠ, શ્રાવક શુદ્ધ લડીજે રે. હમચડી.
- ૨૦ ત્રણ લાખ ને સહસ અઢાર વળી, શ્રાવિકા સંખ્યા જાણી, ત્રણસેં ચઉદશ પૂર્વધારી, તેરસેં એાહી નાણું રે. હમચડી.
સાત સયાં તે કેવળ નાણું, લબ્ધિ ધારી પણ તેના
૨૧