________________
૩૫
એ હિતશીક્ષા જાણ, સુગુણા હરખો રે, વળી તીરથનાં અહિઠાણ, આગે નીરખે રે દેવકીના ખટ નંદ, નમી. અનુસરીએ રે, આતમ સકતે મંદ, પ્રદક્ષિણા ફરીએ રે. ૪
પહેલી લિખાળ, ભરી તે જળશું રે, જાણે કેસરનાં કાળ, નમણુના રસશું રે પૂજે ઇંદ્ર અમૂલ રણ પડિયાને ૨, તે જળ આખ્ય કપાળ, ઠ શિર ઠામે રે.
૫ આગળ દેહરી દોય સમીપે જા રે, તિહાં પ્રતિમા પગલાં હોય, નમી ગુણ ગાઉં રે; વળી ચીલણ તલાવડી દિપી, મનમાં ધારૂં રે; તિહાં સિદ્ધશિલા સંક્ષેપ, ગુણું સંભારું રે. ૬
ભાવે ભવિયણ વૃદ, આપણે જાણ્યું રે; જે સ્થાનક અજિત જિર્ણદ, રહ્યા ચોમાસું રે; સાંબ મુનિ પરજુન, થયા અવિનાશી રે, તે ધન્ય કૃતારથ પુન્ય, ગુણે ગુણ રાશિ રે. ૭.
તે સિદ્ધવડ પગલાં સાધ, નમું હિત કાજે રે, હાં શિવસુખ કીધું હાથ, બહુ મુનિરાજે રે; ઈમ ચઢતાં ચારે પાજ, ચહગતિ વારે રે,એ તીરથ જગત જહાજ, ભવજલ તારે રે. ૮
જે જગ તીરથ સંત, તે સહુ કરીએ છે, પણ એ ગિરિલેટે: અનંત, ગુણફળ વરીએ રે, પુંડરીકાદિકનાં નામ, એકવીસ લીજે રે; જિમ મનવાંછિત કામ, સઘળાં સીજે રે. ૯
કરીએ પંચ સ્નાત્ર રાયણ આડે રે; તિમ રૂડી રથયાત્ર, પ્રભુ પ્રસાદે રે, વળી નવાણું વાર, પ્રદક્ષિણા ફરીએ રે, સ્વસ્તિક દીપક સાર, તેજ કરીએ રે.
૧૦.