________________
૨૮૨
૨૩ પુણ્ય પ્રકાશનું સ્તવન.
કુહા
સકળ સિદ્ધિદાયક સદા, ચોવીસે જિનરાય, સદગુરૂ સ્વામિની સરરવતી, પ્રેમે પ્રણમું પાય. ત્રિભુવન પતિ ત્રિશલા તણે, નંદન ગુણ ગંભીર શાસન નાયક જગ જ, વર્ધમાન વડ વીર. એક દિન વીર જિર્ણને, ચરણે કરી પ્રણામ વિક જીવના હિત ભણું, પૂછે ગૌતમ સ્વામ. મુક્તિ મારગ આરાધીએ, કહા કિણ પદે અરિહંત, સુધા સરસ તવ વચન રસ, ભાખે શ્રી ભગવંત, ૪ એતિચાર આલેઈએ, વૈત ધરીએ ગુરૂ શાખ જીવ ખમાવો સયળ જે, યોનિ ચોરાશી લાખ. *વિધિશું વળી સરાવીએ, પાપસ્થાનક અઢાર ચાર શરણ નિત્ય અનુસર, નિંદે દુરિત આચાર. ૬ શુભકરણી અનુમોદીએ ભાવ ભલે મન આણ અણસણ અવસર આદરી, નવ પદ જપે સુજાણ શુભ ગતિ આરાધન તણ, એ છે દસ અધિકાર ચિત આણને આદરે, જેમ પામો ભવ પાર.
ઢાળ પહેલી. (કુમતિએ છેડી કહાં રાખી-એ દેશી.) જ્ઞાન દરિસણું ચારિત્ર તપ વિરજએ પાચ આવાર;