________________
૨૬૩ મચ્છયુગલ મલ્યા ખાસ, વેદ બોલતો વ્યાસ, પતરી ભરી જોગણું, વૃષભ હાથે ઘણું એ. ડાબો બેલે સાંઢ, દધિને ભરિયે માટ; ખરડાવો ખરે એ, સહુ કોઈએ ધરા એ. આગલ આવ્યા જામ, સારંગ ગુઠા તામ; ભેરવ જમણું ભલીએ, દેવ ડાબી ચાલી એ. જમણી રૂપા રેલ, ઠાર બાંધી તિણ વેલ; નીલકંઠ તારણ કિયે એ, ઉલ અતિ હો એ. હનુમાન દીધી હાંક, મધુરાં બોલે કાક; લોક હશે સહુ એ, કામ હોશે બધુ એ. અનુક્રમે ચાલ્યા જાય, આવ્યા પાટણમાંહિ, ઉતારા યિા એ, શેઠજી આવીયા એ. નિશીભર સુતા જયાંહિ, જક્ષ આવીને ત્યાંહિ; સુહણે એમ કહે છે, તે સઘલે સહે એ. તુર્કતણે જઈ ધામ, તું જઈ દેજે દામ; પાંચસે રોકડા એ, તું જે દોકડા એ. દેશે પ્રતિમા એક, પાસતણું સુવિવેક; એહથી તુજ થાશે એ, ચિંતા દૂર જાશે એ. સંભલાવી જસરાજ, તુર્લભણ કહે સાજ; પ્રતિમા તું દેય એ, પાંચસે ધન લેયજે એ. એમ કરતાં પરભાત, તુરક ભણું કહે વાત; મનમહિ ગહગ એ, અચરિજ કુણ લહે એ. '
'