________________
૨૫૯
આજ સખી મુજ આંગણે, સુરતરૂ ફળીયા સાર; રાષણ જિર્ણોસર વંદિયા, હવે તરિઓરે ભવજળધિ પાર કે. ભેટ ૧૧૯
સોળ અડવીસે આસો માસમાં, શુદી તેરશ કુજવાર; અહમદાવાદ નયરમાં, મેંગારે શેત્રુંજા ઉધાર કે. ભ૦ ૧૨૦
વડ તપગચ્છ ગુરૂ ગષ્ણપતિ, શ્રી ધનરત્ન સુરિંદ તસુ શિષ્ય તસુ પાટે જયકરૂ, ગુરૂ ગચ્છાતિરે અમરરત્ન સુરિંદ કે, ભ૦ ૧૨૧ | વિજયમાન પટોધરૂ, શ્રી દેવરત્ન સુરીશ, શ્રી ધનરત્ન સુરીશના, શિષ્ય પંડિત ભાનુ મેરૂ ગણેશ કે. ભ૦ ૧૨૨ • તસ પર કમળ બ્રમરતણે, નયસુંદર દેઆશીષ, ત્રિભુવન નાયક સેવતાં, પૂગીરે શ્રોસંધ જગીશકે. ભેટ ૧૨૩
કળશ, ઇમ ત્રિજયનાયક મુગતિદાયક, વિમળગિરિ મંડણ ધણી; ઉધાર શત્રુંજય સાર ગાયો, સ્તવ્યો જિન ભગતિ ઘણી; ભાનુ મેરૂ પંડિત શિષ્ય દોએ, કર જોડી કહે નર સુંદર, પ્રભુ પાય સેવા નિત્ય કરેવા, દેઇ દર્શન જયકરો. ૧૨૪
૨૧ શ્રી ગેડીપાર્શ્વનાથ અધિકારે મેઘાશાનું સ્તવન, દુહા-પ્રણમું નિત પરમેસરી, આપ અવિચલ માત; લધુતાથી ગિરૂતા કરે, તું શારદ સરસત. મુજ ઉપર ભયા કરી, દેજે દલિત દાન; ગુણ ગાઉં ગિરૂઆ તણા, મહીયલ વાધે વાન.